હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો આ તબાહીમાં ભોગ લેવાયા છે. વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે. અનેક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવમંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ તૂટી પડવાને કારણે તેની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પણ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે થયું મોટું નુકસાન
હિમાચલ પ્રદેશમાં તો સ્થિતિ ખરાબ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. ત્યાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભૂસ્ખલન તેમજ વાદળો ફાટવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બંને રાજ્યોના કુલ મળીને 80 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આવનારા 24 કલાક વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂસ્ખલનને કારણે થયા છે અનેક લોકોના થયા છે મોત
મહત્વનું છે કે સેનાના જવાન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ફસાયા છે તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. સેના તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. ભૂસ્ખલન થવાને કારણે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ લોકોના જીવ પણ જાય છે. કુદરતી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ત્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું તેમજ વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ ઘટનાને કુદરતી આફત ગણવી કે માનવસર્જિત ગણવી તે તમારી ઉપર છે. ક્લાઈમેટ ચેન્જ આપણા દ્વારા કરવામાં આવતા વિકાસને કારણે થઈ રહ્યા છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.