ગુજરાતમાં સરેરાશ 13.45 ટકા વરસાદ, 207 પૈકી 5 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમની જળસપાટી 119.78 મીટરે પહોંચી


  • Published By :
  • Published Date : 2023-06-27 18:06:49

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 67.33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 3.19 ટકા વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે.


207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો


રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે. ગુજરાતના 207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિ જોઇએ તો, કચ્છના 4, સૌરાષ્ટ્રનો 1 ડેમ સંપૂર્ણ ભરેલા છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 ડેમ 46.85 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45 ટકા ભરેલા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ 33.41 ટકા ભરેલા છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 48.48 ટકા ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 ટકા પાણીનો જથ્થો છે. 


નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી


ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 19,446 ક્યુસેક થઈ રહી છે. જો કે હાલમાં પાણીની જાવક માત્ર 5027 ક્યુસેક છે. ત્યારે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ 8,229 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?