દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, આવનાર દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-13 11:14:53

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓ વહી રહી છે જેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે પણ અનેક શહેરોમાં બરફવર્ષા થઈ રહી છે.


તાપમાનનો પારો સતત ઘટતો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત પશ્ચિમ હિમાલયના અનેક રાજ્યોમાં મધ્યમ વર્ષા થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેને કારણે આવનાર બે-ત્રણ દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન નીચે ગગડી શકે છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ       

અનેક વખત ભારે હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો હમેશાં ગગડતો હોય છે. ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે આસપાસના રાજ્યોમાં ઠંડા પવન વહી રહ્યા છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર બે-ત્રણ દિવસ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો નીચે નોંધાઈ શકે છે.     




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..