દેશના અનેક રાજ્યોમાં વરસ્યો વરસાદ! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટોને કરાઈ ડાયવર્ટ! જાણો કયા રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદની આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-27 12:44:44

દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વિઝીબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 


દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ વહેલી સવારથી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ વરસાદ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 7 રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર, ભોપાલ, રાંચી સહિત અનેક જગ્યાઓ પર વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં ઘટાડો થયો છે. 

रांची में आंधी के कारण हिनू में पेड़ गिर गया। इससे दो कारें क्षतिग्रस्त हो गईं।

અનેક ફ્લાઈટને કરવામાં આવી ડાયવર્ટ!

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વાવાઝોડા અને વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. 31મે સુધી દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીથી પણ રાહત મળી હતી. વરસાદને કારણે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


આ રાજ્યોમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ!

દિલ્હી સિવાય મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભોપાલ સહિત 22 જિલ્લાઓમાં તેજ હવા વહી હતી. તે સિવાય 29 જિલ્લાઓમાં વરસાદ પણ  વરસ્યો હતો. આગામી ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તે સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, અજમેર, કોટા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે.     




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..