છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ મેઘ મહેર, ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો, હજુ પણ 5 દિવસ થશે અમીવર્ષા


  • Published By :
  • Published Date : 2023-09-08 14:14:11

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રિછાયેલા મેઘરાજાએ અંતે મહેર કરી છે. જન્માષ્ટમીના દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે પણ સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળમાં 40 મિ.મી., કપરાડામાં 33 મિ.મી. અને ધરમપુરમાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. આજે આ જિલ્લાઓમાં મેઘ મહેરઆજે સવારથી રાજ્યના આણંદ, ભરૂચ, દાહોદ, ડાંગ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

 

ક્યા કેટલો વરસાદ ખાબક્યો?


ગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 107 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં 5.6 ઇંચ, ઉમરાપાડામાં 4.9 ઇંચ, આહવામાં 2.9, સુબિરમાં 2.7, કપરાડામાં 2.4 ઇંચ, સોનગઢમાં 2.2 અને કઠલાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


આગામી પાંચ દિવસ થશે મેઘ મહેર


રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?