અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પૂરની સ્થિતિ, આ રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-11 12:41:01

ચોમાસું આવે એટલે કુદરત સોળે કલાએ ખીલી ઉઠે છે વરસાદને કારણે જે કુદરતી દ્રશ્યો સર્જાય છે એ ખૂબ રમણીય હોય છે પણ જો એજ વરસાદ કહેર બનીને વરસે તો સ્થિતિ કઈક અલગ હોય છે. સમગ્ર દેશમાં ચોમાસાએ વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક રાજ્યોમાં મેઘમહેર કહેર બની સામે આવી રહી છે. અનેક રાજ્યોમાં થતો અવિરત વરસાદ લોકો માટે મુસીબત બની ગયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં થતો વરસાદ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત થતાં વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જેટલી જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે, અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વ્યાસ નદીમાં આવેલા પૂરને કારણે ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. અવિરત થતાં વરસાદને લઈ સરકારો એલર્ટ થઈ ગઈ છે. 

ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ 

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દેશના અનેક રાજ્યો પર મહેરબાન થઈ રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક નદીઓ ભયજનક સ્તર પર વહી રહી છે, જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અવિરત પણે ચાલું છે. જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે જ્યારે  ભૂસ્ખલન પણ થતું હોય છે. ત્યારે ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં પૂરની, ભૂસ્ખલન સહિતની ઘટનાઓને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  મળતી માહિતી અનુસાર આવી ઘટનાઓને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  

નદીઓના સ્તર પણ સતત વધી રહ્યા છે

હિમાચલ એટલે ખૂલું આકાશ અને કુદરતે જ્યાં મન મૂકીને સોંદર્ય પાથર્યું હોય એવી જગ્યા. પણ હવે તે સોંદર્ય વરસાદને કારણે છીનવાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. ત્યાંથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને વિચલિત કરી શકે છે. 3 દિવસમાં 12 ઈંચ જેટલો વરસાદ હિમાચલ પ્રદેશમાં ખાબક્યો છે. આટલા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે સામાન્ય કરતા અનેક ઘણો વધારે છે. 24 કલાકમાં જો રાજયો માટે આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો 24 રાજ્યો માટે આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતે સતત ધ્યાન રાખી રહી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ થયો છે. ચોમાસા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

આજે આ રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અનેક એવા રાજ્યો છે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..