દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, આગામી દિવસો આ રાજ્યો માટે ભારે! જાણો આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 17:02:47

દેશમાં ચોમાસાની મજા સજામાં ફેરવાઈ રહી છે. અનેક રાજ્યોને વરસાદે ધમરોળી નાખ્યા છે. દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા,પંજાબ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ તેમજ પૂર આવવાને કારણે જનજીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયાન દેશના વિવિધ રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી પણ જાહેર કરી છે.

ગુજરાતના જૂનાગઢમાં વરસાદે મચાવી તબાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. જૂનાગઢની હાલત એકદમ વિચલિત કરી દે તેવી થઈ ગઈ છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તે સિવાય પણ અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ન માત્ર ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે પરંતુ દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહી. જેને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. અનેક રાજ્યોમાં શાળાઓ, કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારે વરસાદને કારણે તેલંગાણાના મહબૂબનગરમાં બે કિશોરીઓ તણાઈ ગયા. આવી સરખી પરિસ્થિતિનું નિર્માણ રાજસ્થાનમાં થયુ હતું. નદીના પુલ પર બે યુવકો ફસાઈ ગયા હતા, તેમને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ રાજ્યોમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

ગુજરાતમાં ભલે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હોય, પરંતુ દેશના અનેર રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા સહિત 22 જેટલા રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. મહત્વનું છે આગાહીને પગલે માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી થોડા કલાકો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, હરિયાણા, ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ , આસામ, અરુણાચલ પ્રદેશ માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પાણીમાં તણાઈ અનેક ગાડીઓ 

દિલ્હીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા યમુના નદીનું જળસ્તર વધ્યું હતું જેને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત નદીઓના જળસ્તર વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી પણ એક વીડિયો સામે આવ્યો છે જેની પરથી અંદાજ લગાવાઈ શકાય છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી હશે? વીડિયો સામે આવ્યો છે તેમાં ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. મહત્વનું છે કે વરસાદને લઈ રાજ્યોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?