દેશના આ રાજ્યોમાં વરસાદે બગાડી પરિસ્થિતિ, આ રાજ્યમાં ફાટ્યું આભ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 11:30:12

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ અનેક લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. થોડા વર્ષો પહેલા જે પરિસ્થિતિ ઉત્તરાખંડની હતી તેવી પરિસ્થિતિ હાલ અનેક રાજ્યોની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું થયું મોત 

ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. રાજઘાટ, સુપ્રીમ કોર્ટના રસ્તાઓ સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા. યમુનાનદીનું જળસ્તર પણ સતત વધતું જતું હતું. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સેનાની મદદ પણ લેવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું છે જેને લઈ એક વ્યક્તિનું મોત થયું છે. 


આસામમાં થયું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ

ન માત્ર હિમાચલ પ્રદેશમાં પરંતુ પુર જેવી પરિસ્થિતિ આસામમાં પણ થઈ છે. પૂરને કારણે આસામના લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાખો લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. લોકો પાસે નથી તો ઘર નથી તો ખાવા માટે ભોજન. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અનેક લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..