કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
ક્યા પડશે વરસાદ?
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. 28મી તારીખે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, પાટણ, મહેસાણા, ભરૂચ, આણંદ, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. 30મી મેના રોજ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આ દિવસે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. હારીજ, કુકરાણા,બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.
ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાણોદર, ભંડારીયા, તણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સિંહોર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે.
#WATCH गुजरात: #IPL2023 के फाइनल से पहले अहमदाबाद शहर में बारिश हुई।
(वीडियो नरेंद्र मोदी स्टेडियम के बाहर की है।) pic.twitter.com/cq7OlLanmX
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
અમદાવાદમાં જળબંબાકાર
#WATCH गुजरात: #IPL2023 के फाइनल से पहले अहमदाबाद शहर में बारिश हुई।
(वीडियो नरेंद्र मोदी स्टेडियम के बाहर की है।) pic.twitter.com/cq7OlLanmX
આજે દિવસભરના ભારે ઉકળાટ વચ્ચે આજે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.આજે સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. આજે શહેરના ચાંદખેડા, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નવા વાડજ, રાણિપ, રાયપુર, પાલડી, વસ્ત્રાપુર, એસજી હાઈવે અને બોપલ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા.