રાજ્યના 245 તાલુકામાં વરસાદ ખાબક્યો, આ 9 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ, અંબાજીમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-07-10 11:49:53

રાજ્યના વિવિધ ભાગોમાં સતત મેઘ મહેર થઈ રહી છે, જો કે હવામાન વિભાગે ફરી એક વખત ધોધમાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.


9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. કચ્છ, જામનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.


રાજ્યના 245 તાલુકામાં વરસાદ 


રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીનગરના માણસામાં 8 કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. GIDC,જકાતનાકા અને માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મહીસાગરના લુણાવાડા શહેરમાં પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા છે. રાજ્યમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 30 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં સવારમાં ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ તથા બજારોમાં પાણી ભરાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?