રાજ્યમાં ફરી મેઘ મહેર થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, વિભાગા જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરે તાપી,નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બન્યું હોવાને કારણે મુશળધાર વરસાદ પડશે.બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી છે. બીજી તરફ 2 થી 3 દિવસ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની પણ આગાહી છે. હાલમાં અમદાવાદમમાં રહેતું 35 ડિગ્રી આસપાસનું તાપમાન 37 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલમાં વાવાઝોડું આવવાની સંભાવના નથી.