વાવાઝોડાને કારણે વરસાદ ગુજરાતને ધમરોળશે? જાણો કયાં વરસી શકે છે ધોધમાર વરસાદ અને ક્યાં આવશે હળવો વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 12:29:29

રાજ્યમાં ચોમાસાને આવવાની વાર છે. પરંતુ હાલ બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. બિપોરજોયને પગલે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે જેને કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 



વાવાઝોડાને પહલે આ જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ!

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં તેજ હવાઓ વહી રહી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે કચ્છ, જૂનાગઢ, પોરબંદર તેમજ દ્વારકામાં અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.  


ક્યાં વરસ્યો હતો ગઈકાલે વરસાદ?

ગઈકાલે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતના 95 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય જૂનાગઢ તેમજ પોરબંદરમાં બે ઈંચનો વરસાદ નોંધાયો હતો.  


અમદાવાદમાં આ તારીખે થશે વરસાદ! 

આગાહી પ્રમાણે 15 જૂન એટલે આવતી કાલે કચ્છના નલિયા, જખૌ, માંડવી, ગાંધીધામમાં અતિભારે વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 100 કિલોમીટરથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 15,16 તેમજ 17 જૂનના રોજ વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, જામનગર સહિત રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?