મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને કારણે અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકની 6 મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે પૂર્વમુખ્યમંત્રી તેમજ કમલનાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ મામલે કડક તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.
अब इस से बड़ा प्रमाण क्या हो सकता है? क्या मोदी जी @narendramodi @PMOIndia @CMMadhyaPradesh @ChouhanShivraj से स्पष्टीकरण लेंगे?
— digvijaya singh (@digvijaya_28) May 29, 2023
मध्यप्रदेश में कोई भी योजना नहीं है जिसमें भ्रष्टाचार ना हुआ हो।
अब महाकाल के नाम पर भी भाजपा पैसे खा गई!!
-३ pic.twitter.com/Xe8eBieFz4
શિવરાજસિંહ ચૌહાણ પર સાધ્યું નિશાન!
11 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું હતું. પરંતુ રવિવારે આવેલા વરસાદને કારણે મહાકાલ લોક પરિસરમાં આવેલી અનેક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત કરવામાં આવેલી 6 મૂર્તિઓ ઉડી ગઈ હતી જેને કારણે ખંડિત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સપ્ત ઋષિયોની મૂર્તિ સંપૂર્ણ રીતે ખંડિત થઈ ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં આવી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે.
કમલનાથે સરકાર પર કર્યા પ્રહાર!
આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સિવાય કમલનાથે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહાકાલ લોકના નિર્માણ અંગે તપાસ થવી જોઈએ. તે સિવાય ક્ષતિગ્રસ્ત થયેલી મૂર્તિને ઠીક કરી ફરી સ્થાપિત કરવામાં આવે.