કોરોનાના 2 વર્ષ
બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર ભવ્ય
આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી
છે. ગુજરાતમાં ચોમાસુ 11-13 ઓક્ટોબર વચ્ચે વિદાય લઈ શકે છે. ત્યારે નવરાત્રીમાં
વરસાદને કારણે આ વર્ષે ગરબાના આનંદમાં ભંગ પડી શકે છે.
ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. નવરાત્રીના અનેક મહિનાઓ પહેલા ખેલૈયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ગરબાની પ્રેક્ટિસ કરવાથી લઈ કપડા સુધીની તૈયારી ખેલૈયાઓ કરી લીધી છે. ત્યારે આ વર્ષે ગરબાને કારણે ખેલૈયાના રંગમાં ભંગ ન પડે તે માટે ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે.
નવરાત્રી બગાડી શકે છે વરસાદ
આ વર્ષે ધામધૂમથી
નવરાત્રીની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી ગરબે ધૂમવા ન મળતા આ
વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન
વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વર્ષે ગરબા રમવા મળશે કે નહીં એ તો વરસાદ પર
નિર્ભર છે.