શું ક્યારેય એવું બની શકે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમને રેલ્વે મંત્રી સામેથી આવતા જોવા મળે? કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. તેમાં પણ વળી તેમને રેલવે મંત્રી સાથે ફોટા પડાવવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે તો? દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને આજે આવો જ અનુભવ થયો હતો.
અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા હતા. આ દરમિયાન, તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને રેલવેની સર્વિસ અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. રેલ્વે મંત્રીએ મુસાફરો પાસેથી ટ્રેનની સ્વચ્છતા, ટ્રેન અને રેલ્વે સ્ટેશન સંબંધિત ઘણા ફીડબેક લીધા હતા. આ સિવાય રેલવે મંત્રીએ દિલ્હી-જયપુર રૂટ પર વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી.
Railways Minister Ashwini Vaishnaw inspects New Delhi-Ajmer Shatabdi Express and takes feedback from passengers. pic.twitter.com/oLKGg33IUQ
— ANI (@ANI) March 19, 2023
મુસાફરો આપ્યો સકારાત્મક પ્રતિસાદ
Railways Minister Ashwini Vaishnaw inspects New Delhi-Ajmer Shatabdi Express and takes feedback from passengers. pic.twitter.com/oLKGg33IUQ
— ANI (@ANI) March 19, 2023રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરો સાથે વાત કર્યા બાદ કહ્યું કે તેમને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મુસાફરોએ વૈષ્ણવને કહ્યું કે ટ્રેનો સ્વચ્છ રહે છે અને સમયસર પહોંચે છે. આ સાથે રેલ્વે પ્લેટફોર્મ પણ પહેલા કરતા સ્વચ્છ રહે છે.