રેલવે મંત્રીએ જણાવ્યું ભીષણ ટ્રેન દુર્ઘટના પાછળનું અસલ કારણ, અકસ્માત માટે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 16:19:39

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકને સાફ કરવા અને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુધવાર સવારથી ટ્રેક પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થશે. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી.


275 લોકોનાં થયા મોત 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે દરેક ડબ્બાને પાટા પરથી હટાવી દેવામાં આવ્યા છે. મૃતદેહ પણ નીકાળી લીધા છે. હવે અમારું ધ્યાન ટ્રેક સરખા કરવા પર છે. એક હજાર મજૂર કામ કરી રહ્યા છે. આશા છે કે 5 જૂન સુધી ટ્રેક ફરી શરુ થઈ જાય.


મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નથી


મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મમતાએ કવચ સિસ્ટમ વિશે વાત કરી. મમતાએ પોતાની માહિતી અનુસાર આ વાત કહી હતી. પરંતુ અકસ્માતનું કારણ કંઈક બીજું હતું. મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નહોતું. મમતા બેનર્જી પણ 1999માં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા.


માલગાડીના કારણે મૃત્યુઆંક વધ્યો 


રેલવે બોર્ડના ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ જણાવ્યું કે, સિગ્નલમાં સમસ્યા હતી. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી. માલગાડીમાં લોખંડ ભરેલ હોવાથી ટક્કર બાદ માલગાડી પાટા પરથી ઉતરી ન હતી. એટલા માટે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયા વર્માએ વધુમાં કહ્યું કે, લગભગ 8 વાગ્યા સુધીમાં 2 લાઈનો ફિક્સ થઈ જશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?