કેન્દ્ર સરકારે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની એક નીતિને મંજૂરી આપી છે,રેલવેની જમીનો લાંબા ગાળાના ધોરણે લીઝ પર અપાશે 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે
પહેલા જાણો લીઝ એટલે શું ?
ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે. નાણાકીય લીઝ હેઠળ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને મિલકતની ખરીદી માટે નાણાં પૂરાં પાડે છે; ભાડાપટો લેનાર મિલકતનો વર્ષોવર્ષ ઉપયોગ કરવાનું ભાડું ભાડાપટો આપનારને સરળ હપતામાં ચૂકવે છે અને ભાડાની રકમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જ્યારે હપતા ભરવાની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનારને પોતે પૂરી પાડેલી મૂડી થોડા નફા સાથે પાછી મળે છે.
દેશમાં સૌથી વધારે જમીન રેલવે પાસે છે અને હવે કેન્દ્ર સરકારે રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે અને તે માટેની એક નીતિને પણ મંજૂરી આપી દીધી છે.
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીન સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે જેમાં પીએમ ગતિ શક્તિ યોજનાને વેગ આપવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવા સંબંધિત એક નીતિને મંજૂર કરવામાં આવી છે.The Cabinet chaired by PM Shri @narendramodi Ji approved the policy on long term leasing of Railways' Land for implementing PM Gati Shakti framework.
— Nitin Gadkari (@nitin_gadkari) September 7, 2022
The decision would help to generate 1.2 lakh jobs and generate more revenues for Indian Railways.#CabinetDecisions #GatiShakti pic.twitter.com/B5xISQNRLd
90 દિવસમાં નીતિનો અમલ થશે
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે.
પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે
રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે.
300 કાર્ગો ટર્મિનલ બનાવાશે, 1.2 લાખ નોકરીઓનોનું સર્જન થશે
સરકારે 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે અને આને કારણે 1.2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.