મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાનો સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે.
સરકારી બંગલો ખાલી કરવા આપવામાં આવી હતી નોટિસ!
2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો.
થોડા સમય પહેલા સોનિયા ગાંધીના ઘરે રાહુલ ગાંધીએ સામાન કર્યો હતો શિફ્ટ!
સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તેવી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તે અરજીને ફગાવી દીધી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સજા મળતા રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી શકે છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન માતા સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી પોતાની માતાની સાથે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.