રાહુલ ગાંધીને મોટી રાહત સુપ્રીમ કોર્ટથી મળી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળી હતી. તેમને આપવામાં આવેલી સજાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું. તેમની સદસ્યતા લેવાઈ હતી. ત્યારે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ કેસને લઈ મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી હતી જેને કારણે તેમને સાંસદ તરીકેનું પદ પાછું મળી ગયું છે. 136 દિવસ પછી રાહુલ ગાંધીને પોતાનું પદ પાછું મળતા કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાંસદ પદ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સાંસદ પદ મળ્યા બાદ રાહુલ ગાંધી સાંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. INDIA ગઠબંધનના સાંસદોએ નારા લગાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Delhi: I.N.D.I.A alliance leaders raise 'Rahul Gandhi Zindabad' slogans as they welcome him to the Parliament. pic.twitter.com/Fd2P5J2DXY
— ANI (@ANI) August 7, 2023
રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસમાં આનંદની લહેર
#WATCH | Delhi: I.N.D.I.A alliance leaders raise 'Rahul Gandhi Zindabad' slogans as they welcome him to the Parliament. pic.twitter.com/Fd2P5J2DXY
— ANI (@ANI) August 7, 2023સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ વખતની સંસદમાં રાહુલ ગાંધી પોતાની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થવાને કારણે હાજર રહી શકતા ન હતા. પરંતુ મોદી સરનેમ કેસને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સજા પરના સ્ટેને કારણે તેમને પોતાનું સાંસદ પદ મળ્યું છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ પાછું મળતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર મામલાની વાત કરીએ તો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવદેનને લઈ ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરી દીધો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા મળવાને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચૂકાદાને કારણે રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદ તરીકેનું પદ તેમને પાછું મળ્યું છે.