સુરત કોર્ટે મોદી સરનેમને લઈ આપેલા નિવેદન વિરૂદ્ધ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમના સામાનને સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 10 જનપથ ખાતે આવ્યું છે.
રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી!
2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હચું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ રદ્ કરવામાં આવ્યું હતું. અને સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો. ઘર ખાલી કરવા માટે રાહુલ ગાંધીને 24 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે.
રાહુલ ગાંધીનો સામાન સોનિયા ગાંધીના ઘરે કરાયો શિફ્ટ
ઘર ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી કયા ઘરમાં રહેશે તે મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીના સામાનને સોનિયા ગાંધીના ઘરે ખસેડવામાં આવ્યો છે. લગભગ 19 વર્ષ બાદ રાહુલ ગાંધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હતું પરંતુ સાંસદ પદ રદ્દ થયા બાદ તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.