ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતને પરાજીત કરી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરી છે. મેચ ભારત જીતશે તેવી આશા દરેક ભારતીયને હતી પરંતુ આ તો રમત છે, રમતમાં ગેમ ગમે ત્યારે પલટાઈ શકે છે. ભારતની હાર બાદ પીએમ મોદી ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધતા પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દને લઈ રાજકારણ ગરમાયું છે. પનોતી વાળી ટિપ્પણી પર ભાજપના રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે તેવી માહિતી સામે આવી છે જ્યારે આ મામલે દિગ્વિજય સિંહે પણ ઝંપલાવ્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વાપર્યો હતો પનોતી શબ્દ
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જનસભામાં જે પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે રાજનેતાઓ દ્વારા તેને સાંભળીને અનુમાન લગાવાઈ શકાય છે કે રાજનીતિ કયા સ્તરે નીચે જતી રહી છે. ગઈકાલે જનસભા સંબોધતી વખતે રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ભારત મેચ હારી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ હતો. અનેક લોકોએ આ અંગે પોસ્ટ પણ કરી હતી. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ પનોતીએ હરાવી દીધા.'
દિગ્વિજયસિંહ અને રવિશંકર પ્રસાદે આ મામલામાં ઝંપલાવ્યું
રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું હતું. આ નિવેદનને લઈ રાજનીતિ પણ ગરમાઈ. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશના પીએમ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી અત્યંત શરમજનક, વખોડવાલાયક છે. તો આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ અંગે એક ટ્વિટ કર્યું છે. એક લાંબો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે વિશ્વકપનો પ્રારંભ થતાં જ સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દ કોના માટે કહેવાયો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને પનોતી કેમ માની લીધા? તે તો તેમની નજરમાં વિશ્વગુરૂ છે..