રાહુલ ગાંધી અમેરિકાના 10 દિવસના પ્રવાસે જશે, 5 હજાર NRI સાથે ન્યૂ યોર્કમાં રેલી કરશે


  • Published By :
  • Published Date : 2023-05-16 15:04:36

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી 31 મેના રોજ 10 દિવસ માટે અમેરિકાની મુલાકાતે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ 4 જૂને ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5000 NRI સાથે રેલી કરશે. આ ઉપરાંત, તેઓ પેનલ ચર્ચાઓ અને ભાષણો માટે વોશિંગ્ટન અને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનિય છે તે સાંસદ પદ ગયા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. 11 એપ્રિલે, રાહુલને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.


રાજકારણીઓ અને બિઝનેશમેન સાથે કરશે મુલાકાત


રાહુલ તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાજકારણીઓ અને ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. આ દરમિયાન PM મોદી 22 જૂને રાજ્યની મુલાકાતે અમેરિકા જશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે PM મોદીની યજમાની અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન કરશે. વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


લંડનમાં મોદી સરકારની કરી હતી ટીકા


તાજેતરમાં લંડનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય લોકશાહીની ટીકા કરીને ચર્ચામાં આવ્યા હતા. માર્ચ 2023 માં, તેમણે લંડનમાં કહ્યું- "દરેક જણ જાણે છે અને તે સમાચારમાં પણ છે કે ભારતીય લોકશાહી દબાણ હેઠળ છે અને તેના પર હુમલો થઈ રહ્યો છે. હું વિરોધ પક્ષનો નેતા છું. અમે તે જગ્યાને નેવિગેટ કરી રહ્યા છીએ."


સંસદમાં થયો હતો હંગામો

 

રાહુલ ગાંધીના નિવેદન બાદ સત્તારૂઢ ભાજપના નેતાઓએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી હતી. સંસદના બજેટ સત્ર દરમિયાન, જ્યારે ભાજપે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી, ત્યારે કોંગ્રેસે અદાણી જૂથની કંપનીઓ દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો આક્ષેપ કરતી સંયુક્ત સભ્ય સમિતિ (જેપીસી) ની રચનાની માંગ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?