કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થયા બાદ હવે તેમને બીજા સારા સમાચાર મળ્યા છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફરી બંગલો ફાળવ્યો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન પરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. બંગાળ મળ્યા બાદ રાહુલ ગાંધી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત મારું ઘર છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ છે. હાલમાં, તેમને 12, તુગલક લેન ખાતેનું તેમનું અગાઉનું નિવાસસ્થાન ઓફર કરવામાં આવ્યું છે.
Rahul Gandhiને સંસદ સભ્યપદ પાછું મળતા બંગલો પણ પાછો મળ્યો! #rahulgandhi #congress #loksabha #rahulisback #jamawat #jamawatupdate pic.twitter.com/e4uTVYCxGw
— Jamawat (@Jamawat3) August 8, 2023
રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કર્યું હતું
Rahul Gandhiને સંસદ સભ્યપદ પાછું મળતા બંગલો પણ પાછો મળ્યો! #rahulgandhi #congress #loksabha #rahulisback #jamawat #jamawatupdate pic.twitter.com/e4uTVYCxGw
— Jamawat (@Jamawat3) August 8, 2023માર્ચ મહિનામાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ સમાપ્ત થયા બાદ તેમણે એપ્રિલમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ આ ઘરમાં રહેવા માંગતા નથી કારણ કે ભારતના લોકો દ્વારા તેમને આપવામાં આવેલો બંગલો "છીનવી લેવામાં આવ્યો હતો".