Rahul Gandhiએ Ram Mandir Pran Pratistha કાર્યક્રમને રાજનૈતિક કાર્યક્રમ ગણાવ્યો તો રામ જન્મભૂમિના મુખ્યપૂજારીએ કહ્યું... સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 09:05:29

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં થવાની છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે આ સમારોહના આયોજનમાં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહને આરએસએસ તેમજ ભાજપની ઈવેન્ટ બતાવી છે. કોંગ્રેસ દ્વારા આ નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતા કોંગ્રેસમાં અંદરોઅંદરો ડખા ચાલું થઈ ગયા હતા. આ બધા વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પહેલી વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ સમારોહને લઈ પ્રતિક્રિયા આપી છે અને તે કેમ નથી જવાના તેનું કારણ પણ જણાવ્યું છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ’22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. વધુમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા અને અમે તે બધાનું સન્માન કર્યું. અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી. અહીંયા જે આવે છે અમે તેને રામ ભક્ત સમજીએ છીએ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?