રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન! સંબોધનમાં કહ્યું 'તેઓ ભવિષ્યની વાત નથી કરતા, નિષ્ફળતા માટે ભૂતકાળને દોષ આપે છે'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-05 09:40:06

ઓડિશા રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈ સરકારની ટીકા વિપક્ષ દ્વારા કરવામાં  આવી રહી છે. અનેક પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી ક્યારેય ભવિષ્યને લઈ વાતો નથી કરતા. પોતાની નિષ્ફળતાઓ માટે હંમેશા ભૂતકાળમાં કોઈ બીજાને દોષ આપે છે. પીએમ મોદી દેશને પાછળ લઈ જઈ રહ્યા છે. 

ઓડિશા ટ્રેન અકસ્માત અંગે રાહુલ ગાંધીએ કરી વાત!

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ અનેક વખત પોતાના સંબોધનમાં ભાજપ પર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ત્યારે ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ ઓડિશામાં બનેલી ટ્રેન અકસ્માતને લઈ વાત કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસની સરકાર દરમિયાન બનેલી દુર્ઘટનાને યાદ કરી હતી ઉપરાંત રેલવે મંત્રીએ તરત પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. 

કોંગ્રેસ સરકારને લઈ રાહુલ ગાંધીએ કરી વાત! 

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને એક રેલ દુર્ઘટના યાદ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી. તે સમયે કોંગ્રેસના નેતાએ એવું ન કહ્યું હતું કે ટ્રેન દુર્ઘટના અંગ્રેજોની ભૂલને કારણે થઈ હતી. તે દરમિયાન કોંગ્રેસના તત્કાલિન મંત્રીએ કહ્યું હતું કે આ મારી જવાબદારી છે અને હું રાજીનામું આપી રહ્યો છું. પરંતુ આજે આપણી આ સમસ્યા છે, આપણે બહાના બનાવીએ છીએ અને વાસ્તવિક્તા સ્વીકારતા નથી. મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી. મોદી સરકાર આ દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. મોદી સરકારે આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને પીએમ મોદીએ તરત જ રેલવે મંત્રીનું રાજીનામુ લઈ લેવું જોઈએ.   


ભારતમાં બે વિચારધારા હોવાની કરી વાત! 

વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી તેમજ નથ્થુરામ ગોડસેને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં બે પ્રકારની વિચાર ધારા ચાલી રહી ચે. જેમાં એક તરફ નથ્થુરામ ગોડસેની વિચારધારા છે અને બીજી તરફ મહાત્મા ગાંધીની વિચારધારા છે. અમે મહાત્મા ગાંધીની વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ.


વડાપ્રધાન મોદીએ લીધી હતી સ્થળ મુલાકાત!

મહત્વનું છે કે શુક્રવાર સાંજે ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 250થી વધારે લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે અનેક લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શનિવાર બપોરે પીએમ મોદીએ દુર્ઘટના સર્જાઈ તે જગ્યાની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી ઉપરાંત ઘાયલોની સાથે પણ મુલાકાત કરી હતી.      

       



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..