અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતની રાજનીતિને લઈ કરી વાત! નેશનલ પ્રેસ ક્લબમાં લોકસભાની ચૂંટણીને લઈ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 09:58:49

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદીને લઈ અનેક નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી નિવેદન અમેરિકામાં આપે છે અને હેડલાઈન્સ ભારતમાં બને છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું હતું. તે બાદ તેમના સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં વાત કરી હતી. ત્યારે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં વિપક્ષના એકજૂથ થવાની વાત કરી અને કહ્યું કે અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે.

  

અનેક વખત કર્યો છે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ!  

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે અનેક નિવેદનો આપ્યા જેની ચર્ચા થઈ હતી. ત્યારે હવે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે, ભારત જોડો યાત્રા મુદ્દે તેમજ ભારતની રાજનીતિ વિશે વાત કરી છે. ત્યારે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયા સમક્ષ અનેક મુદ્દાઓને લઈ નિવેદન આપ્યું હતું.  

મને લાગે છે કે પીએમ મોદી 2024માં નહીં જીતે - રાહુલ ગાંધી

વિપક્ષની એકતા મુદ્દે નિવેદન આપતા તેમજ લોકસભાની ચૂંટણીને લઈ તેમણે કહ્યું કે એવી અનેક જગ્યાઓ જ્યાં વિપક્ષ સાથે મુકાબલો કરી રહ્યા છીએ. અનેક એવા મુદ્દાઓ છે જેમાં એક વિચારધારા લાવવી પડશે. પરંતુ મને વિશ્વાસ છે કે ચૂંટણી સુધી અમે જરૂર સાથે આવીશું. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે. તેમણે ચીન અંગે વાત કરતા કહ્યું કે એ વાત સાચી છે કે ચીને અમારી જમીન પર કબજો જમાવ્યો છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના અમારા પ્રદેશ પર મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી.

   

મુસ્લિમ લીગને લઈ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન!

તે સિવાય કેરળમાં મુસ્લિમ લીગના ગઠબંધનને લઈ પણ તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સરકારી સંસ્થાનો અને મીડિયા પર ચોક્કસપણે કબજો જમાવી લેવાયો છે. મેં દેશભરમાં ભારત જોડો યાત્રા યોજી હતી જેમાં મને લોકોનો ગુસ્સો દેખાયો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...