સ્વાતિ માલીવાલનો સ્મૃતિ ઈરાનીને ટોણો "ફ્લાઈંગ કિસથી આગ લાગે છે, વૃજભૂષણના જાતીય શોષણ પર ગુસ્સો નથી આવતો?"


  • Published By :
  • Published Date : 2023-08-10 19:16:26

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર લોકસભામાં કથિત રીતે ફ્લાઈગ કિસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમની પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. સ્વાતિ માલીવાલે કિસ કોન્ટ્રોવર્સીને મહિલા પહેલવાનો સાથે જોડીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા.


યૌન શોષણ કરનારા પર ગુસ્સો નથી આવતો-સ્વાતિ માલીવાલ


રાહુલ ગાંધી પર કથિત ફ્લાઈંગ કિસ આપવાના આરોપને ભાજપા સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યોન શોષણથી જોડતા સ્વાતિ માલીવાલને ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યું "હવામાં ફેંકવામાં આવેલી કથિત ફ્લાઈંગ કિસથી આટલી આગ લાગી ગઈ, 2 લાઈન પાછળ એક માણસ વૃજભૂષણ બેઠો છે, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો, કમર પર હાથ રાખ્યો અને યોન શોષણ કર્યું, તેના કુકર્મો પર ગુસ્સો કેમ નથી આવતો?


રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર લગાવ્યો હતો આરોપ


બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો ત્યાર બાદ બોલવા માટે ઉભી થયેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ભાષણ સમાપ્ત થયું ત્યાર બાદ તેઓ સંસદમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમણે અભદ્રતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સંસંદમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેના કારણે સંસદમાં હાજર મહિલા સાંસદોનું અપમાન થયું છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..