લોકસભા ચૂંટણીના પરિણામ જે દિવસે આવ્યા તે દિવસે ઉમેદવારોના જેમ શ્વાસ અધ્ધર હતા તેવી જ રીતે શેર માર્કેટમાં નિવેશ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર હતા.. એક તરફ પાર્ટીને મળતી સીટોમાં ફેરફાર આવતો રહ્યો તેમ તેમ શેર માર્કેટના આંકડામાં પણ ઘટાડો થતો ગયો.. શેરમાર્કેટમાં મોટો કડાકો એ દિવસે જોવા મળ્યો હતો.. પ્રચાર દરમિયાન પીએમ મોદી તેમજ અમિત શાહ દ્વારા શેર માર્કેટને લઈ નિવેદન આપવામાં આવતું હતું.. તેમના નિવેદન બાદ શેર માર્કેટમાં ઘણો બદલાવ જોવા મળ્યો. ત્યારે આ વાતને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નેતાઓની ટિપ્પણીને કારણે લાખો નિવેશકોને મોટા પાયે નુકસાન થયું છે..
એક્ઝિટ પોલ આવ્યા બાદ માર્કેટમાં જોવા મળ્યો હતો ઉછાળો
શેર માર્કેટમાં અનેક લોકોના પૈસા ડૂબી જતા હોય છે.. શેર ઉંચા ભાવમાં લીધો હોય પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે શેરના ભાવમાં ઘટાળો થઈ જાય છે અને નિવેશકને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે.. અનેક વખત બજારમાં કંપની માટે વહેતી અફવાઓને કારણે પણ કંપનીના શેર મોટા પાયે તૂટી જતા હોય છે.. થોડા દિવસો પહેલા જ્યારે એક્ઝિટ પોલ આવ્યો હતો તે બાદ સેન્સેક્સમાં મોટા પાયે ઉછાડો જોવા મળ્યો.. એક્ઝિટ પોલમાં ભાજપને સારી એવી સીટો મળી રહી છે તેવી વાત કરવામાં આવી. એક્ઝિટ પોલને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું પરંતુ શેર માર્કેટમાં આવેલા ડોઉનફોલને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ માટે કહી આ વાત..
શેર માર્કેટને લઈ અનેક વખત પીએમ મોદી દ્વારા તેમજ અમિત શાહ દ્વારા ટિપ્પણી કરવામાં આવી. રોકાણકારોને તેમણે કહ્યું કે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ.. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની સીધી અસર શેર માર્કેટ પર જોવા મળતી હતી. રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે સ્ટોક માર્કેટને લઈ વાત કરી.. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સ્ટોક માર્કેટની વધવાની વાત કરી, ગૃહમંત્રીએ કહ્યું કે ચાર જૂન પહેલા લોકોએ શેર ખરીદી લેવા જોઈએ.. પરંતુ ચોથી જૂને બજાર પડતું ગયું અને અંદાજે 30 લાખ કરોડનું નુકસાન થઈ ગયું. આ ઘોટાડો છે, આ ઘોટાળાની તપાસ કરવામાં આવે. અમે જેસીપી તપાસની માગ કરી રહ્યા છીએ.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
તે સિવાય તેમણે કહ્યું કે 1. પીએમ અને ગૃહમંત્રીએ શેરબજારમાં રોકાણ કરનારા 5 કરોડ પરિવારોને રોકાણની ચોક્કસ સલાહ કેમ આપી? શું લોકોને રોકાણની સલાહ આપવાનું તેમનું કામ છે? 2. શા માટે બંને ઇન્ટરવ્યુ એક જ બિઝનેસ ગ્રુપની માલિકીના એક જ મીડિયા હાઉસને આપવામાં આવ્યા હતા, જે શેરબજારમાં હેરાફેરી કરવા માટે સેબીની તપાસ હેઠળ પણ છે? 3. ભાજપ, નકલી એક્ઝિટ પોલસ્ટર અને શંકાસ્પદ વિદેશી રોકાણકારો વચ્ચે શું કનેક્શન છે, જેમણે એક્ઝિટ પોલ જાહેર થયાના એક દિવસ પહેલા રોકાણ કર્યું અને 5 કરોડ પરિવારોના ખર્ચે મોટો નફો કર્યો? ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..