સુપ્રીમ કોર્ટે આજે (4 ઓગસ્ટ, શુક્રવારે ) એક મોટો આદેશ આપતા મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે સત્યની જીત થાય છે. મારો રસ્તો સાફ છે, મારે શું કરવાનું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકોએ મદદ કરી અને જનતાનો તેમના સમર્થન માટે આભાર.
સત્યની જીત થઈ
સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "ભલે ગમે તે થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવી." રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતીકાલે સત્યની જીત થશે. પણ મારો રસ્તો સાફ છે. મારા મનમાં સ્પષ્ટતા છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે.' 23 માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવતા ગુજરાતની સુરતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
કોંગ્રેસે લોકસભા સ્પીકરને સાંસદ પદ યથાવત રાખવા કરી માગ
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમનું સભ્ય પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને તેમને રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કોંગ્રેસ હેડ ક્વાર્ટર પહોંચેલા રાહુલ ગાંધીનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ વગાડી અને ધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી.
#WATCH केरल: सुप्रीम कोर्ट द्वारा आज 'मोदी' उपनाम मानहानि मामले में कांग्रेस नेता राहुल गांधी की सजा पर रोक लगाने के बाद वायनाड में कांग्रेस कार्यकर्ताओं ने उनके समर्थन में मार्च निकाला।
राहुल गांधी 2019 के आम चुनाव में वायनाड संसदीय क्षेत्र से सांसद चुने गए थे। pic.twitter.com/luMvxDTHb1
— ANI_HindiNews (@AHindinews) August 4, 2023
રાહુલ ગાંધીને કેમ થઈ હતી સજા?
#WATCH केरल: सुप्रीम कोर्ट द्वारा आज 'मोदी' उपनाम मानहानि मामले में कांग्रेस नेता राहुल गांधी की सजा पर रोक लगाने के बाद वायनाड में कांग्रेस कार्यकर्ताओं ने उनके समर्थन में मार्च निकाला।
राहुल गांधी 2019 के आम चुनाव में वायनाड संसदीय क्षेत्र से सांसद चुने गए थे। pic.twitter.com/luMvxDTHb1
ભાજપ નેતા પુર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે બધા જ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવી દીધું હતું.