Rahul Gandhiએ કરી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત, 25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-22 18:24:26

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનાને એક મહિનો થવા આવ્યો... અનેક નાની માછલીઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ મોટા માછલાઓને નથી પકડવામાં આવી રહ્યા... નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા અધિકારીઓ બચીને જતા રહે છે. પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. મૃતકોને ન્યાય મળે તેવી આશા છે પીડિત પરિવારોને.. ગુજરાતમાં વિપક્ષ એકદમ નબળું પડી ગયું હોય તેવું લાગતું પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી છે.  

પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 25મી તારીખે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.... આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.... આ ઘટનામાં ભાજપના નેતાઓની ચુપ્પી હજુ જનતાને અકળાવી રહી છે... 



માત્ર કહેવાથી કામ નથી થતું પરંતુ પગલા લેવા પડે..! 

મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.. મુખ્યમંત્રીએ કહી તો દીધું કે આપણી ભુલ છે પણ માત્ર બોલવાથી ભૂલ સુધરી જાય તો સારુ પણ એવુ થતુ નથી..... સવાલ એ છે કે શું માત્ર મુખ્યમંત્રીના બોલવાથી આ ઘટનાઓ અટકી જશે... હાઈકોર્ટ પણ કહી રહી છે કે આટલી બધી ઘટનાઓ બની પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું જ નથી.. માત્ર કહેવાથી કામ નથી થતા પરંતુ તે પ્રમાણે કાર્યવાહી પણ કરવી પડે જેને લઈ ઉદાહરણ બેસે કે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. 



25 તારીખે કોંગ્રેસે આપ્યું છે બંધનું એલાન 

પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જ્યારે ઘેરવાનો પ્લાન કોંગ્રેસે કર્યો હતો તે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં પીડિત પરિવારના સભ્યો.. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટવાસીઓ રાજકોટ બંધ એલાનમાં જોડાય તેવું આહ્વાહન કરવામાં આવ્યું છે.    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.