છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલિટિક્સમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના અણબનાવની વાતો ચર્ચામાં આવી રહી છે. શાબ્દિક પ્રહારને લઈ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી માટે બંને નેતાઓ ખૂબ મહત્વના છે. રાજસ્થાનમાં ચાલતો વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે.
Indore, MP | I don't want to go into who said what. Both the leaders are assets of the Congress party. This (comment) will not affect Bharat Jodo Yatra: Congress MP Rahul Gandhi on Rajasthan CM Ashok Gehlot's “gaddar” (traitor) remark for Sachin Pilot as reported in the media pic.twitter.com/pGr2l5OIeO
— ANI (@ANI) November 28, 2022
બંને નેતાઓ પાર્ટી માટે મહત્વપૂર્ણ છે - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ઈન્દોર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ચાલતા રાજકીય ઘમાસાણ અંગે રાહુલે કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો પર પાર્ટી નજર રાખી રહી છે. બંને નેતાઓ પાર્ટી માટે એસેટ સમાન છે. થોડા દિવસો બાદ બારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે. પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.