સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.. સૌ કોઈની નજર બજેટ પર રહેલી હતી. બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલ્યા હતા. સંસદમાં તેમણે બજેટને લઈ વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. બજેટને લઈ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક સવાલો ઉઠાવ્યા હતા.
ભાષણ દરમિયાન ચક્રવ્યુહની કરી વાત
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન અનેક બાબતોને લઈ વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે બજેટની તુલના ચક્રવ્યુહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે.
"આજે પણ ચક્રવ્યુહની રચનામાં..."
21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.
મધ્યમ વર્ગને લઈ રાહુલ ગાંધીએ કરી વાત
તે સિવાય તેમણે મધ્યમ પરિવારને લઈ વાત કરી હતી.. તેમણે કોરોના કાળ દરમિયાનનો સમય યાદ કરાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મધ્યમ વર્ગ બજેટ પહેલા કદાચ પીએમ મોદીને સપોર્ટ કરતો હતો, જ્યારે કોરોનામાં પીએમ મોદીએ થાળી વગાડવાની વાત કરી, મોબાઈલમાં લાઈટ કરવાની વાત કરી તે બધું કર્યું પરંતુ આ બજેટમાં પીએમ મોદીએ Indexation અને Capital Gain Tax વધારીને મધ્યમ વર્ગ પર પ્રહાર કર્યા છે. તે સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન અગ્નિવીરને લઈ વાત કરી હતી.