રાહુલ ગાંધીના આકરા પ્રહાર, 'PM મોદી OBC નહીં પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે, તે લોકોને મુર્ખ બનાવે છે'


  • Published By :
  • Published Date : 2024-02-08 19:24:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે ઘાંચી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને  OBC બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેમનો જન્મ  OBCમાં થયો હતો.

મોદી રોજ નવા કપડા પહેરે છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું 'મને ખબર છે કે તે (PM મોદી) OBC નથી. કેમ કે તે કોઈ  OBCને ગળે નથી લગાવતા. તે વસ્તી ગણતરી નથી કરાવતા, કેમ કે તે OBCના છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે, અને ખુદને ગરીબ અને ફકીર કહે છે. રોજ સવારે નવા વસ્રો અને સાંજે રોજ નવા-નવા કપડા પહેરે છે અને ખુદને OBC તરીકે ઓળખાવે છે.'


માત્ર અદાણીને લાભ કરાવે છે


તેમને મોદીને નિશાન બનાવીને આકરા પ્રહાર કરતા કહ્યું કે 'મારે મોદીના બર્થ સર્ટિફિકેટની જરૂર નથી. હું એટલા માટે જાણું છું કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે ખેડૂતો અને મજુરોનો હાથ નથી પકડતા, તે માત્ર અદાણીનો જ હાથ પકડે છે. આ કારણે જ તે તેમની આખી જિંદગીમાં ક્યારેય પણ જાતિ આધારીત સર્વે નહીં કરાવ દે, જાતિ આધારીત વસ્તી ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરી બતાવશે.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે