સંસદમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને કારણે અનેક વખત હંગામો થયો છે. જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. ત્યારે તવાંગના મુદ્દાને લઈ ફરી એક વખત સંસદમાં હંગામો થઈ શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે. તવાંગના પ્રશ્નને લઈ વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મુદ્દા પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે જેને લઈ સંસદમાં હોબાળો થઈ શકે છે.
તવાંગ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
તવાંગ મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ભારતની સરકારને આ વાતની ગંભીરતા ન સમજાઈ અને ઉંઘી રહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ચીનની તૈયારી યુદ્ધ કરવાની હતી ન કેવલ ઘૂસણખોરી કરવાની. આ મુદ્દોને લઈ વિપક્ષ હમેશાં આક્રામક રૂપમાં દેખાયું છે. આ ઘટનાની આલોચના કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠ્યો ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે છે.
તવાંગમાં ચાલતા વિવાદને લઈ સંસદમાં થઈ શકે છે હંગામો
આ વાતને લઈ ભાજપના નેતાઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા મનજિંદર સિંહ લિપસાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ટ્વિટ કરી તેમણે લખ્યું કે આ ખરાબ નિવેદન સાંભળીને મારૂ લોહી ઊકળી રહ્યું છે. આવી દેશવિરોધી વાત કરવા બદલ સોનિયા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને ફટકારવો જોઈએ. આ ટ્વિટને કારણે નવો વિવાદ છેડાઈ ગયો છે. આ મુદ્દો જ્યારે સંસદમાં ઉઠશે ત્યારે ફરી એક વખત સંસદમાં જોરદાર હંગામો થઈ શકે છે.