બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ, સંબોધનમાં કેન્દ્ર સરકાર અને આરએસએસ પર સાધ્યું નિશાન, કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-07 11:12:05

રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. પ્રવાસની શરૂઆતમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યો હતો જેમાં વિવિધ મુદ્દાઓને લઈ તેમણે ચર્ચા કરી હતી. ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. બ્રિટિશ સાંસદો સાથે વાતચીત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે આરએસએસ, જીએસટી, નોટબંધી જેવા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સમાજ છે. તે મુસ્લિમ બ્રધરહુ઼ડ પર આધારિત છે અને તેમનો વિચાર સત્તામાં આવવા માટે લોકશાહી સ્પર્ધાનો ઉપયોગ કરવાનો છે.

  

નોટબંધી તેમજ જીએસટીનો કર્યો ઉલ્લેખ 

પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભારતના રાજનીતિની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે આ વખતે પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં નોટબંધી તેમજ જીએસટી પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં નોટબંધીનો નિર્ણય એક વિનાશકારી નિર્ણય હતો, પરંતુ અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની પરવાનગી નથી. જીએસટી પર પણ ચર્ચા કરવાની પરવાનગી નથી મળતી. ઉપરાંત ચીનના સૈનિકો મુદ્દે પણ ચર્ચા કરવાની પરમિશન નથી. આવા સમયે ગુંગળામણની લાગણીનો અનુભવ થાય છે. 


ભારતમાં વિપક્ષનું દમન થઈ રહ્યું છે - રાહુલ ગાંધી  

રાહુલ ગાંધીના સંબોધનમાં જે માઈક્રોફોનનો ઉપયોગ થઈ રહ્યા હતો તે ખરાબ થઈ ગયું. બગડેલા માઈકથી જ રાહુલે બોલવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતમાં અમારા માઈક ખરાબ નથી, એ કામ પણ કરી રહ્યા છે પણ તમે માઈકને ચાલુ ન કરી શકો. ભારતની સંસદમાં જ્યારે મેં વાત રજૂ કરવાની કોશિશ કરી તો આવું મારી સાથે ઘણી બધી વાર થયું છે. ભારતમાં વિપક્ષનું દમન કરવામાં આવી રહ્યું છે.   


આરએસએસ અંગે કરી ટિપ્પણી 

આરએસએસનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કરતા કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સોસાયટી જેવી છે.  તે એક કટ્ટરવાદી, ફાસીવાદ સંગઠન છે. જેણે મૂળભૂત ભારતની લગભગ તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે. પરંતુ અમે માનીએ છીએ કે તેમની વિચારસરણી હાસ્યાસ્પદ છે. 


કોંગ્રેસના શાસન અંગે કરી રાહુલ ગાંધીએ વાત 

કોંગ્રેસનો અંત થઈ ગયો છે તેવું માનવું પણ એક ખોટો વિચાર છે. ભાજપ 10 વર્ષ સુધી સત્તામાં હતી તે પહેલા કોંગ્રેસ 10 વર્ષ સત્તામાં હતી. યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રીચ કર્યું છે. અમે શરૂઆતમાં શહેરી વિસ્તારને ચૂકી ગયા. આ એક હકીકત છે, પરંતુ ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એમ કહેવું ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે. તમે જોઈ શકો છો કે ભારતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ સાથે શું કરવામાં આવી રહ્યું છે? એવું નથી માત્ર કોંગ્રેસ જ આવું કહી રહી છે. વિદેશી અખબારો પણ આ અંગે અવારનવાર લેખ લખે છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?