રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ગુજરાતના કોંગી નેતાઓ પાસે પૈસાની માંગણી


  • Published By :
  • Published Date : 2022-11-04 15:00:53

                  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી એકવાર સાયબર ઠગો સક્રિય થયા છે અને નેતાઓના નામે રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું છે. આવુજ કંઈક થયું છે વડોદરાના નેતા સાથે વડોદરામાં કોંગ્રેસના નેતાને રાહુલ ગાંધીના PAના નામ પર ફોન આવ્યો અને તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોલ આવ્યો કે તમારે વિધાનસભા ટિકિટ જોઈતી હોય તો તમારે પૈસા આપવા પડશે કહીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો 


કોંગ્રેસના બે નેતાઓ સાથે આવું થયું 

માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ નહિ અગાઉ સત્યજિત ગાયકવાડને પણ ફેક ફોન આવ્યો હતો.રાહુલ ગાંધીના PA કનિષ્ક સિંહના નામે ઠગે પૈસાની માંગણી કરી હતી.નાણાંની માંગણી કરતો કોલ આવતા બન્નેએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે 


બન્ને કોંગ્રેસના દાવેદારો 

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યા છે વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાના નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસના અલગ અલગ બેઠકના દાવેદારો છે.ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસના વોર્ડ ન.16ના કાઉન્સિલર અને પૂર્વી વિપક્ષી નેતા છે 


પોલીસ ફરિયાદ નોંધાઈ 

ફરિયાદમાં જણાવ્યું છે કે રાવપુર બેઠકથી ટિકિટ આપવા ગઠિયાએ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને કોલ કર્યો હતો.પ્રિયંકા ગાંધીના નંબર પર બાયોડેટા મોકલવા કહ્યું.ગઠિયાએ આપેલો નંબર ખોટો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બન્નેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?