ભાજપ કાર્યાલયના ધાબા પર ઉભા રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર વરસ્યો રાહુલ ગાંધીનો પ્રેમ!!!!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-06 12:42:28

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા હાલ રાજસ્તાન પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા છે. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભારત જોડો યાત્રા જ્યારે ભાજપ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી તે સમયે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપી હોવાનું ચર્ચામાં છે.


કોંગ્રેસે વીડિયો કર્યો ટ્વિટ 

જ્યારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક ફોટા તેમજ વીડિયો સામે આવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા દેખાય છે. રાજસ્તાન ખાતે આ યાત્રા પહોંચી છે. 

Image

રાહુલે ભાજપના કાર્યકર્તાઓને આપી ફ્લાઈંગ કિસ! 

સવારના સમયમાં ઝાલાવાડમાં આવેલી સંકુલથી રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા જે રૂટ ઉપરથી નીકળી રહી હતી તે રૂટ પર ભાજપ કાર્યાલય પણ આવતું હતું. ભાજપ કાર્યાલયના ધાબા પર ભાજપના કાર્યકર્તાઓ ઉભા હતા અને રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રામાં રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા.       



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.