રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભાજપ તેમજ મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે મેં આરએસએસ અને બીજેપીના લોકોને કીધું છે કે અમે તમારા નફરતના બજારમાં પ્યારની દુકાન ખોલવા આવ્યા છીએ.
કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ થયા છે યાત્રામાં સામેલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રાને 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ છે. હાલ આ યાત્રા રાજધાની દિલ્હી આવી પહોંચી છે. દિલ્હી પહોંચતાની સાથે જ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. આ યાત્રામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આ યાત્રામાં હાજરી આપી છે.
2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે - પવન ખેરા
આ યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રા સામેલ થયેલા પવન ખેરાએ નિવેદન આપ્યું છે કે પીએમ અંગે પવન ખેરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું છે 2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા જોઈએ . ઉપરાંત કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આ યાત્રામાં નિતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સમેલ થઈ શકે છે. કોઈ પણ જે ભારતને એક કરવા અને નફરતને દૂર કરવામાં વિશ્વાસ કરતા હોય તે આ યાત્રામાં ભાગ લઈ શકે છે.