કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંઘીએ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ ગઈ છે તો અનેક રાજ્યોમાંથી આ યાત્રા હવે પસાર થવાની છે. 9 દિવસના વિરામ બાદ આ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા હાલ દિલ્હી છે. હવે આ યાત્રા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ થઈ જમ્મુ કાશ્મીર પહોંચવાની છે.
દિલ્હી ખાતે લીધો હતો 9 દિવસનો વિરામ
રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા તેમજ આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. આ યાત્રાને શરૂ થયે 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા છે. દિલ્હી ખાતે આવી આ યાત્રાએ 9 દિવસનો વિરામ લીધો હતો. ત્યારે આજથી આ યાત્રા ફરી શરૂ થવાની છે. શ્રીનગરના લાલ ચોક ખાતે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવાના છે.
યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન
ભારત જોડો યાત્રા લાલકિલ્લા પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી આ યાત્રા ફરી એક વખત શરૂ થશે. આ યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ, સેલિબ્રિટીશ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે.