રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન છે. આજે આ યાત્રા જમ્મુના જિલ્લામાં પ્રવેશ કરવાની છે. સાંબા જિલ્લાના વિજયપુરથી શરૂ થયેલી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી જમ્મુના સતવારી વિસ્તારમાં એક જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રા જમ્મુના નરવાલ વિસ્તારથી પણ પસાર થવાની છે જ્યાં શનિવારે બોમ્બ ધડાકા થયા હતા. ઉપરાંત સિદ્ધરા વિસ્તારમાં રાતવાસો કરવાના છે.
નરવાલથી પસાર થશે ભારત જોડો યાત્રા
કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થવાની છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનો અંતિમ દિવસ છે. આજે આ યાત્રા જમ્મુ જિલ્લામાં પ્રવેશ કરવાની છે. ત્યારે આ યાત્રાએ વિસ્તારમાંથી પસાર થવાની છે જ્યાં શનિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંઘીની સુરક્ષા સાથે કોઈ સમજોતો નહીં કરવામાં આવે. સુરક્ષા એજન્સી જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પાલન કરવામાં આવશે.
30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા
ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આ યાત્રા જમ્મુ-કાશ્મીર ખાતે સમાપ્ત થવાની છે. યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરના પાર્ટી મુખ્યાલય ખાતે ધ્વજારોહણ કરી આ યાત્રાની સમાપતી થવાની છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાથી પસાર થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા હોવાને કારણે સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.