રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે સમાપ્ત થઈ ચૂકી છે. રવિવારે શ્રીનગર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારત જોડો યાત્રાનું સમાપન થવાનું છે. 12 રાજ્યોમાંથી તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ છે. ભારત જોડો યાત્રાનું સમાપન શ્રીનગર ખાતે થશે. આ યાત્રામાં 21 પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી અનુસાર યાત્રાના સમાપનમાં 12 વિપક્ષી નેતાઓ હાજર રહેશે.
#WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP
— ANI (@ANI) January 29, 2023
21 પાર્ટીને આપવામાં આવ્યું હતું આમંત્રણ
કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. અનેક રાજ્યોમાંથી પસાર થઈ આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં અનેક નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં અનેક પાર્ટીનો સમાવેશ થાય છે.
આ પક્ષ થઈ શકે છે યાત્રામાં સામેલ
મળતી માહિતી અનુસાર ડીએમકે, શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આરજેડી. જનતાદળ યુનાઈટેડ, શિવસેના, સીપીઆઈ, કેરળ કોંગ્રેસ , ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સહિતની પાર્ટી આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ધ્વજવંદન કાર્યક્રમ શ્રીનગર ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલય ખાતે સમપન્ન થશે. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાહુલ ગાંધી એક રેલીનું નેતૃત્વ કરશે.