ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ખાતે પૂર્ણ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અંતિમ દિવસે સંબોધી જનસભા


  • Published By :
  • Published Date : 2023-01-30 17:13:45

કન્યાકુમારીથી નિકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે શ્રીનગર ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ આજે કાશ્મીરમાં આવેલી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

      

અનેક રાજનેતાઓ થયા છે ભારત જોડો યાત્રામાં સામેલ 

રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળેલી ભારત જોડો યાત્રા આજે સમાપ્ત થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા 146 કિલોમીટર ચાલી છે. 146 દિવસ ચાલેલી આ યાત્રાએ અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત રાજ્યોમાંથી પસાર થઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં યાત્રા કરી છે. આ યાત્રાને સારુ જનસમર્થન મળ્યું છે. આ યાત્રામાં અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુમાં શિવસેનાના નેતા સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે અનેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રસે કેન્દ્ર સરકારને ઘેરી છે. તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.  



ભાજપના એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છે - રાહુલ

જનસંબોધનમાં રાહુલે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કહેવા માગું છું. હું હિંસાને સમજુ છું. મેં હિંસાને સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે. તેમણે હિંસા જોઈ નથી. અમે અહીં ચાર દિવસ પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે.  



શા માટે યાત્રા દરમિયાન રાહુલે ન પહેર્યું હતું સ્વેટર તેનો પણ આપ્યો જવાબ 

યાત્રા દરમિયાન તેમણે ટી-શર્ટ શું કામ પહેરી તે અંગે પણ વાત કરી હતી. સ્વેટર ન પહેરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન તેમની પાસે ચાર બાળકો આવ્યા. તે ચારેય બાળકો મજબૂર લાગી રહ્યા હતા અને તેમના શરીર પર ધૂળ હતી. નીચે બેસી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન શિયાળાની શરૂઆત થઈ હતી, પરંતુ આ ચારેય બાળકોએ કપડા પણ ન પહેર્યા હતા. તેમને જોઈને મને અહેસાસ થયો કે આ બાળકો સ્વેટર કે જેકેટ નથી પહેરી રહ્યા તો મારે પણ સ્વેટર કે જેકેટ ન પહોરાય.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.