Congressમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraનો Gujaratમાં થશે પ્રવેશ, જાણો યાત્રાનો શું રહેશે રૂટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-07 10:43:39

જેમ જેમ ચૂંટણીનો માહોલ જામશે તેમ તેમ રાજનીતિ ગરમાશે. રાજનૈતિક પારો ચરમ સીમાએ પહોંચશે, પક્ષો એક બીજા પર પ્રહારો કરશે અને નેતાઓ પણ એ પ્રકારના નિવેદનો આપશે જેને લઈ રાજનિતી ગરમાશે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. મણિપુરથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાંથી નિકળવાની છે. ગુજરાતમાં આજે આ યાત્રાનો પ્રવેશ થવાનો છે.

 



રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી!

ગુજરાતમાં આ યાત્રા એવા વિસ્તારોને કવર કરશે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રાનું વધારે ફોકસ છે. 7 માર્ચે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચ સુધી આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. એ પછી અર્જુન મોઢવાડિયા હોય, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી હોય કે પછી કનુભાઈ કલસરિયા હોય. એક તરફ રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે તો બીજા તરફ કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. 


10 માર્ચ સુધી ગુજરાતમાં રહેશે રાહુલ ગાંધી!

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગઈ હતી અને લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને 10 તારીખ સુધી ગુજરાતમાં રહેવાની છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને લઈ તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. 


સી.આર.પાટીલ રાહુલ ગાંધીને ના પહેરાવી દે કેસરી ખેસ!

તમારા મનમાં થતું હશે કે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા નહીં પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી! ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતના સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે તેને જોતા એક પ્રશ્ન થાય કે રાહુલ ગાંધીને પણ સી.આર.પાટીલ કેસરી ખેસ ના પહેરાવી દે! 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?