રાહુલ ગાંધી ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ લોકો સાથે રહી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત સામાન્ય પ્રજાની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મંગળવાર સાંજે દિલ્હીના બંગાળી માર્કેટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બંગાળી માર્કેટમાં જઈ રાહુલ ગાંધીએ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તે સિવાય ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે મહોબ્બતનું શરબત નામનું તરબૂચનું શરબત પીધું હતું.
રાહુલ ગાંધીએ પાણીપુરી તેમજ ચાટનો લીધો આસ્વાદ!
દિલ્હીના બંગાળી માર્કેટમાં તેમણે પાણીપુરી તેમજ ચાટની મજા માણી હતી. તે પછી દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ચાંદની ચોકમાં તેમણે શરબત પીધું હતું. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. લોકોથી ઘેરાયલા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા. મહત્વનું છે રાહુલ ગાંધીને જોવા લોકો તેમની આસપાસ ઉમટી પડ્યા હતા.
કર્ણાટકમાં કરી હતી ચૂંટણીને લઈ બે રેલી
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેમજ નેતાઓ ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગયા છે. પાર્ટી દ્વારા તેમજ નેતાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે ઉપરાંત જનસભાઓ સંબોધી રહ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા બે રેલીઓ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પાણીપુરીની મજા માણવા દિલ્હીના બંગાળી માર્કેટ પહોંચ્યા હતા.