ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે અનેક વખત જોવા મળી રહ્યા છે. કોઈ વખત તે મિકેનિકની દુકાને પહોંચે છે તો કોઈ વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાત કરતા દેખાય છે. ત્યારે આજે એટલે કે મંગળવારે સવારે તેઓ શાક માર્કેટ પહોંચ્યા હતા અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીના આજાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક શાક વેંચતા વેપારી ટામેટા ખરીદવા માર્કેટ ગયા હતા પરંતુ ભાવ સાંભળી તે પાછા ફર્યા હતા અને દુખી થઈ ગયા હતા.
સામાન્ય જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલી વિશે સમજી શકે. થોડા સમય પહેલા તેમણે ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેતી પણ કરતા દેખાયા હતા. તે પહેલા પણ મિકેનિકના ગેરેજે અચાનક પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ગાડી રિપેર કરતા નજરે પડ્યા હતા.
રાહુલ ગાંધીએ શેર કર્યો એક વીડિયો
મહત્વનું છે કે થોડા સમય પહેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વેપારી દુખી થઈ રડી રહ્યા હતા. જે વીડિયો તેમણે શેર કર્યો હતો તેમાં શાકમાર્કેટમાં એક વેપારી ટામેટા ખરીદવા માટે આવે છે. ટામેટા ખરીદવા માટે આવેલા વેપારી રડતા દેખાય છે કારણ કે ટામેટા ખરીદી શકાય તેટલા પૈસા તેમની પાસે ન હતા મહત્વનું છે કે ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 150-200 વચ્ચે ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. વધતા શાકભાજીના ભાવ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.