Parliamentમાં જોવા મળ્યો Rahul Gandhiનો આક્રામક અંદાજ, Manipur વિશે રાહુલ ગાંધીએ કહી આ વાત, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 13:39:23

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હાલ ચર્ચા ચાલી છે. રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. મણિપુર મુદ્દે રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. આજે ગભરાવવાની જરૂર નથી. આજે હું અદાણી મુદ્દે નહીં બોલી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત એક અવાજ છે. આ અવાજને સાભળવા માગતા હોઈએ તો આપણે અહંકારને દૂર કરવો પડશે. કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે એમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલિફ કેમ્પમાં ગયો. વધુમાં તેમણે કહ્યું કે ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.


મણિપુર દેશનો જ અંગ છે - સ્મૃતિ ઈરાની 

રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પણ એકદમ આક્રામક દેખાયા હતા. રાહુલ ગાંધી જે મુદ્દે બોલ્યા હતા તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે.       


કલમ 370 વિશે સ્મૃતિ ઈરાનીએ કરી વાત 

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોની વાત કરી હતી.  તેમણે કહ્યું કે કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ 370 હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. 1984ના શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મણિપુર વિશે અમિત શાહે ચર્ચા માટે કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહે અનેક વખત મણિપુરમાં હિંસા અંગે ચર્ચા કરવા માટે કહ્યું. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી જાય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?