અમેરિકામાં રાહુલ ગાંધીનું સંબોધન! લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું 'પીએમ મોદી ભગવાનને પણ સમજાવી શકે છે'! સાંભળો રાહુલ ગાંધીનું ભાષણ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:44:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે વાત સંવાદ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે.

  

ભારત જોડો યાત્રાનો સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. મંગળવાર રાત્રે અમેરિકા તેઓ પહોંચ્યા હતા. બુધવારે અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન મને થાક નતો લાગતો કારણ કે મારી સાથે સમગ્ર ભારત હતું. સરકારે મારી યાત્રાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પોલીસ બળનો ઉપયોગ પણ કર્યો. પરંતુ તો પણ યાત્રા પર કોઈ અસર ન થઈ હતી. કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધા સાથે છીએ. કોઈ આઈને કઈ બોલવા માગે તો અમે તેમને સાંભળીએ છીએ. અમે ગુસ્સે નથી થતાં, એ અમારો નેચર નથી.  

સંબોધનમાં પીએમ મોદી વિશે કહી આ વાત!

પોતાના સંબોધનમાં ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે. મોદીજી જો ભગવાન સાથે બેસાડો તો તેમને પણ સમજાવવાનું શરૂ કરી દેશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે.

          



પીએમ મોદી પણ જવાના છે અમેરિકાના પ્રવાસે!  

રાહુલ ગાંધી બાદ પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી સંબોધવાના છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી શકે છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે