રાહુલ ગાંધીએ આ વખતે કરી ટ્રકની સવારી! અંબાલાથી ચંડીગઢ સુધીની મુસાફરી દરમિયાન ડ્રાઈવરોની સાંભળી સમસ્યા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-23 11:01:51

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધી અનેક વખત લોકોની વચ્ચે જોવા મળે છે તો કોઈ વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા દેખાય છે. તે સિવાય કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રકની સવારી લેતા દેખાઈ રહ્યા છે. ટ્રકની મુસાફરી કરી અંબાલાથી ચંડીગઢ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો સોમવાર રાતનો છે.

   

રાહુલ ગાંધી લોકોની સમસ્યા સમજવા માગે છે!

રાહુલ ગાંધી ઘણા સમયથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારે અંબાલાથી ચંદીગઢ સુધીની સફર રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી હતી. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ વીડિયોને શેર કરી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરતા લખ્યું કે યુનિવર્સિટીના છાત્રો સાથે, ખિલાડીઓ સાથે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે, ખેડૂતો સાથે, ડિલીવરી પાર્ટનરો સાથે, બસમાં સામાન્ય નાગરિકો સાથે અને હવે અડધી રાત્રે ટ્રકના ડાઈવરો સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે રાહુલ ગાંધી? કારણ કે તે દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમની મુશ્કેલીને સમજવા માગે છે. 

રાહુલ ગાંધી અનેક વખત રહ્યા છે ચર્ચામાં!

મહત્વનું છે કે રાહુલ ગાંધી જનતા સાથે સીધી રીતના જોડાવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ વખત તે વિદ્યાર્થીઓ સાથે દેખાતા હોય છે તો કોઈ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે ઘરે જઈને લોકોને મળતા નજરે પડે છે. ત્યારે આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રકની સવારી કરતા નજરે પડ્યા હતા. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ગાંધી લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ટ્રક સવારી અંગે તમે શું કહેશો?             


राहुल ने ट्रक ड्राइवरों से उनकी समस्याएं सुनीं।



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?