ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ચલાવ્યું બાઈક, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-27 11:44:20

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. ત્યારે હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો સામે આવતા રહે છે. આ વખતે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બાઈક ચલાવતા નજરે પડે છે. આ અગાઉ તેઓ દેવી નર્મદાની આરતી કરતા નજરે પડ્યા હતા.


નર્મદા નદીની આરતી કરતો વીડિયો કર્યો શેર 

રાહુલ ગાંધીની આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાઈ છે. મધ્ય પ્રદેશને દેવી નર્મદા(નદી)નું ઉત્પન્ન સ્થાન ગણવામાં આવે છે. નર્મદા નદીની આરતી દરમિયાન તેમના લૂક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેમણે ખેસ પહેર્યો હતો અને માથા પર પાઘડી પહેરી હતી. આરતી ઉપરાંત ઘાટ પર બેસી પૂજા પણ કરી હતી.

Image

Image



લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે