ભારતમાં કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત જોડો યાત્રાને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે બહાના કાઢવામાં આવી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે તે માટે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો જેવા બહાના બતાવામાં આવે છે પરંતુ ભારતની સચ્ચાઈથી ડરી ગઈ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે તૂટવાના નથી. હાલ ભારત જોડો યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે.
રાહુલ ગાંધીએ આપ્યો પત્રનો જવાબ
કોરોના મહામારીને કારણે ફરી એક વિશ્વના દેશોમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ કોરોના સંક્રમણને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા પત્ર લખ્યો હતો. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે મને ભારત જોડો યાત્રાને બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો. યાત્રાને રોકવા બહાના બનાવામાં આવ્યા હતા. બહાના બનાવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા યાત્રા બંધ કરવાના બહાના છે. હકીકત તો એ છે કે ભારતની વાસ્તવિકતાથી ડરી રહી છે.